વાર્તાસર્જન પ્રત્યેનો મારો અભિગમ
હું માનું છું કે કોઈપણ વાર્તાની સાચી શક્તિ તેની લાગણીસભર પ્રામાણિકતામાં રહેલી છે. મારા પાત્રો ક્યારેય સંપૂર્ણ નથી હોતા, કારણ કે પૂર્ણતા ન તો આકર્ષક છે કે ન તો જીવનની વાસ્તવિકતાનું સાચું પ્રતિબિંબ. હું એવી વાર્તાઓ સર્જવાનો પ્રયત્ન કરું છું, જે માનવીય અપૂર્ણતાઓ, ઈચ્છાઓ, નબળાઈઓ અને ઘણીવાર ન કહી શકાતી અબોલ લાગણીઓને સ્વીકારે.
લેખન દ્વારા મારી એવી આશા રહે છે કે વાચકો મારા પાત્રોમાં એમના પોતાના મનની આંતરિક દુનિયાની ઝલક મેળવી શકે, મારા પાત્રોમાં એમનું પોતાનું પ્રતિબિંબ સમજણ, સહાનુભૂતિ અને કરુણા સાથે જોઈ શકે.
— નિયતી કાપડિયા “નિર્ઝર”
I believe the true power of a story lies in its emotional honesty. My characters are never perfect, because perfection is neither compelling nor true to the reality of life. Instead, I seek to create stories that embrace human imperfections, desires, vulnerabilities, and the quiet emotions we often leave unspoken.
Through my writing, I hope readers can recognize fragments of their own hearts and inner worlds within my characters—and see themselves reflected with understanding, empathy, and compassion.
— Niyati Kapadia “Nirjhar”