Home About Books Stories Articles Gallery Contact
Complete Collection

Library

Explore the complete collection of Niyati Kapadia's published works.

Buy Books from kindle Buy Books from navbharat
નિયતિ: ક્રિષ્ના અને મુરલીની પ્રેમ કથા.
Read Summary
Emotional

નિયતિ: ક્રિષ્ના અને મુરલીની પ્રેમ કથા.

એક સ્ત્રી એના જીવનમાં શું ઇચ્છતી હશે? ખાસ કરીને જ્યારે એના લગ્નની વાત આવે ત્યારે એ શું વિચારતી હશે? એક એવો જીવનસાથી જે એને ફૂલની જેમ સાચવે કે પછી એવો જે એને ફૂલની જેમ ખિલવાની મોકળાશ આપે.. એક એવો લાઈફપાર્ટનર જે એના સપનાનો રાજકુમાર હોય કે પછી એક એવો યુવાન જે એના સપનાંને હકીકતમાં ફેરવી કાઢે.. કોઈ એવી વ્યક્તિ વધારે જરૂરી છે જેની સાથે એ આખી જિંદગી ખુશી ખુશી વિતાવી શકે કે પછી એક એવી વ્યક્તિ જેની સાથે વિતાવેલી એક પળ પણ એક યુગ જીવ્યા કરતાં વધું વહાલી લાગે.. બસ, આવા જ સવાલો વચ્ચે અટવાઈ રહી છે મારી આ નવલકથાની નાયિકા, ક્રિષ્ના. પ્રેમમાં વિશ્વાસ ધરાવતી દરેક વ્યક્તિને એનાં જીવનમાં ક્યારેક ને ક્યારેક જે સવાલો મૂંઝવે એનાં જવાબ આ નવલકથામાં આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. -નિયતી કાપડિયા "નિર્ઝર"