માણસનું મન એટલે સતત ધમધમતી રહેતી વિચારોની ફેક્ટરી...એ વિચારોને ભેગા કરી એમાંથી રસપ્રદ વાર્તા રચવી મને ગમે છે અને એટલે જ હું લખું છું!
–નિયતી કાપડિયા " નિર્ઝર "
લખવા માટે મારે ક્યારેય પ્રયત્ન નથી કરવો પડતો. એ મારા માટે શ્વાસ લેવા જેટલું સરળ છે. જેમ શ્વાસ ન લઈએ તો જીવ રૂંધાય એમ હું જો ના લખું તો મારો જીવ અકળાય...
–નિયતી કાપડિયા " નિર્ઝર "
વિશ્લેષણ
એક લાગણી છે.
લાગણીસભર ચિત્રણ
શબ્દો દ્વારા જીવંત ચિત્રો સર્જીને વાચકોને વાર્તાના હૃદય સુધી પહોંચાડવાની કળા.
નિખાલસ સંવેદનશીલતા
એવા પાત્રો, જે દુઃખ સહે છે, તૂટી પડે છે અને ફરી ઊભાં થાય છે - એ મારી વાર્તાના મુખ્ય નાયક છે.
Featured Novels
What They Are Saying
Story Categories
ભયાનક કથા
એ લોકો અહીં રહેવા આવ્યા ત્યારે જ આસપાના બધા લોકો એમને નવાઈ ભરેલી નજરે જોઈ રહેલા, છેલ્લાં બે વરસથી ખાલી પડેલાં એ મકાનમાં જે જે રહેવા આવ્યું એ થોડાક સમયમાં જ એ ઘર છોડી ગયેલું. એ દરેક નજર જાણે આ લોકો અહીં કેટલું ટકશે એવું માપી રહી હતી.
બાળ કથા
લકી એક નવા મોબાઈલ માટે કેટલાય દિવસોથી જીદ કરી રહ્યો હતો. એના પપ્પા એને સમજાવી રહ્યા હતા કે થોડા દિવસ જૂના ફૉનથી કામ ચલાવી લે પછી એ નવો અપાવશે, પણ લકી હવે જીદે ચઢ્યો હતો.
સામાજિક કથા
સુહાની કૉલેજથી પાછી આવી કે તરત જ બેઠકખંડમાં બેઠેલા મહેમાનોને જોઈ સહેજ સંકોચાઈ. ઉપરછલ્લી બધા સામે એક નજર કરી, સ્મિત આપી એ અંદર ભાગી ત્યાંજ મમ્મીની બૂમ આવેલી,
પ્રેમ કથા
કોલેજમાં નવા દાખલ થયેલાં વિદ્યાર્થીઓનો એમ.બી.એમાં જોડાયાનો એ પહેલો દિવસ હતો. એ બધામાં સૌથી અલગ તરી આવતો- એ હતો, આપણો રોહિત. સફેદ કલરનો શર્ટ અને કાળુ પેન્ટ પહેરેલો, સહેજ શ્યામ પણ ઘાટીલો, છ ફુટનો રોહિત એના વર્ગમા જઈને એકલો બેઠો હતો. પહેલા પિરિયડનો સમય થઈ ગયો હતો, છતાં હજી કોઈ અંદર આવ્યું નહોતું.
Words from the Heart
A Journey in Ink
શબ્દો સાથે ઓળખ હતી, અહીંથી દોસ્તી થઈ!
મારા વિચારોને હું વાર્તામાં ઢાળતી થઈ. આ સમયગાળામાં મારી સર્જનાત્મક સફરની શરૂઆત થઈ અને સાહિત્ય સાથે એક અતૂટ સંબંધ બંધાયો.
નવી ઓળખ, નવી દિશા
વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી લેખનને નવી ઊંચાઈ મળી. અનેક વાર્તાઓ અને લેખો દ્વારા હૃદયની લાગણીઓ લોકોને સુધી પહોંચવા લાગી.
સફળતાના નવા સોપાનો
સર્જનાત્મકતાના નવા આયામો સાથે અનેક કૃતિઓ વાચકો સમક્ષ રજૂ થઈ. આ સફરે માત્ર લેખક તરીકે નહીં, પરંતુ વાચકોના મનમાં એક વિશેષ સ્થાન પણ અપાવ્યું.
સપનાઓને મળેલી ઉડાન
લેખન, નવલકથાઓ અને સાહિત્યિક પ્રવૃત્તિઓ દ્વારા વધુ વાચકો સુધી પહોંચવાની તક મળી. દરેક કૃતિ સાથે નવી પ્રેરણા અને નવા અનુભવો જોડાતા ગયા.
કેટલીક વાર્તાઓ શાહીથી લખાય છે. કેટલીક વાર્તાઓ લાગણીઓથી લખાય છે અને એવી વાર્તાઓ જ ક્યારેય મનમાંથી ભૂંસાતી નથી.
નિયતિ કાપડિયા (નિર્ઝર)