NIYATI KAPADIA
Home About Books Stories Articles Gallery Contact

Niyati Kapadia - Author, Writer & Storyteller

Welcome to the official space of Niyati. Explore the literary world, books, and stories by Niyati Kapadia.

માણસનું મન એટલે સતત ધમધમતી રહેતી વિચારોની ફેક્ટરી...એ વિચારોને ભેગા કરી એમાંથી રસપ્રદ વાર્તા રચવી મને ગમે છે અને એટલે જ હું લખું છું!

–નિયતી કાપડિયા " નિર્ઝર "

✦

લખવા માટે મારે ક્યારેય પ્રયત્ન નથી કરવો પડતો. એ મારા માટે શ્વાસ લેવા જેટલું સરળ છે. જેમ શ્વાસ ન લઈએ તો જીવ રૂંધાય એમ હું જો ના લખું તો મારો જીવ અકળાય...

–નિયતી કાપડિયા " નિર્ઝર "

About

Niyati Kapadia

Author, Writer & Storyteller

Discover the Full Story
કળાનું

વિશ્લેષણ

એક લાગણી છે.

લાગણીસભર ચિત્રણ

શબ્દો દ્વારા જીવંત ચિત્રો સર્જીને વાચકોને વાર્તાના હૃદય સુધી પહોંચાડવાની કળા.

નિખાલસ સંવેદનશીલતા

એવા પાત્રો, જે દુઃખ સહે છે, તૂટી પડે છે અને ફરી ઊભાં થાય છે - એ મારી વાર્તાના મુખ્ય નાયક છે.

Writing Style Writing Style
Reader Experiences

What They Are Saying

Exploration

Story Categories

દિવ્યકેના

ભયાનક કથા

એ લોકો અહીં રહેવા આવ્યા ત્યારે જ આસપાના બધા લોકો એમને નવાઈ ભરેલી નજરે જોઈ રહેલા, છેલ્લાં બે વરસથી ખાલી પડેલાં એ મકાનમાં જે જે રહેવા આવ્યું એ થોડાક સમયમાં જ એ ઘર છોડી ગયેલું. એ દરેક નજર જાણે આ લોકો અહીં કેટલું ટકશે એવું માપી રહી હતી.

લેટેસ્ટ મોબાઈલ ફૉન

બાળ કથા

લકી એક નવા મોબાઈલ માટે કેટલાય દિવસોથી જીદ કરી રહ્યો હતો. એના પપ્પા એને સમજાવી રહ્યા હતા કે થોડા દિવસ જૂના ફૉનથી કામ ચલાવી લે પછી એ નવો અપાવશે, પણ લકી હવે જીદે ચઢ્યો હતો.

સાસુ વિનાનું સાસરું.

સામાજિક કથા

સુહાની કૉલેજથી પાછી આવી કે તરત જ બેઠકખંડમાં બેઠેલા મહેમાનોને જોઈ સહેજ સંકોચાઈ. ઉપરછલ્લી બધા સામે એક નજર કરી, સ્મિત આપી એ અંદર ભાગી ત્યાંજ મમ્મીની બૂમ આવેલી,

લવ યુ જાન !

પ્રેમ કથા

કોલેજમાં નવા દાખલ થયેલાં વિદ્યાર્થીઓનો એમ.બી.એમાં જોડાયાનો એ પહેલો દિવસ હતો. એ બધામાં સૌથી અલગ તરી આવતો- એ હતો, આપણો રોહિત. સફેદ કલરનો શર્ટ અને કાળુ પેન્ટ પહેરેલો, સહેજ શ્યામ પણ ઘાટીલો, છ ફુટનો રોહિત એના વર્ગમા જઈને એકલો બેઠો હતો. પહેલા પિરિયડનો સમય થઈ ગયો હતો, છતાં હજી કોઈ અંદર આવ્યું નહોતું.

Testimonials

Words from the Heart

★★★★★

"ઘણા પુસ્તકો વાંચ્યા પછી ભૂલી જવાય છે, પરંતુ આ પુસ્તકનું દરેક પાનું લાંબા સમય સુધી મનમાં જીવંત રહે છે. લેખકે માનવીય લાગણીઓ, સંબંધોની ઊંડાઈ અને જીવનની વાસ્તવિકતાઓને ખૂબ જ સુંદર રીતે રજૂ કરી છે."

Hetal Joshi

Ahmedabad

★★★★★

"લેખકે સંબંધો, સમય અને જીવનના મૂલ્યોને ખૂબ જ સંવેદનશીલ રીતે રજૂ કર્યા છે. ભાષા સરળ અને પ્રવાહી હોવાથી વાંચન દરમિયાન ક્યાંય ભાર લાગતો નથી. દરેક પ્રકરણમાં એક નવો વિચાર અને એક નવી લાગણી અનુભવાય છે."

Krunal Patel

Surat

★★★★★

"જીવનની સફરમાં કેટલાક સપનાઓ એવા હોય છે જે સમયની ધૂળમાં ક્યાંક ખોવાઈ જાય છે. ક્યારેક પરિસ્થિતિઓ, તો ક્યારેક પોતાના જ નિર્ણયો આપણને એ સપનાઓથી દૂર લઈ જાય છે."

Manshi Gurjjar

Rajkot

★★★★★

"'કાપાલી' આ કૃતિ વાંચતાં જ વાચકને કથાના પાત્રો અને તેમની લાગણીઓ સાથે જોડાઈ જવાની અનુભૂતિ થાય છે. લેખકે સરળ અને અસરકારક ભાષામાં વાર્તાને રજૂ કરી છે. કથાનો પ્રવાહ રસપ્રદ છે અને દરેક પ્રકરણ વાચકની ઉત્સુકતા જાળવી રાખે છે."

Hardik Gurjjar

Rajkot

★★★★★

"આ નવલકથા પ્રેમ, લાગણીઓ અને જીવનના સંઘર્ષોને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે. લેખકની લેખનશૈલી સરળ છતાં અસરકારક છે. કથાનો અંત વાચકના મન પર ઊંડી છાપ છોડી જાય છે. એક વાર વાંચવાનું શરૂ કરો પછી પુસ્તક પૂર્ણ કર્યા વગર મૂકવું મુશ્કેલ બને છે."

Nikhil Barasara

Bhavnagar

Milestones

A Journey in Ink

2017

શબ્દો સાથે ઓળખ હતી, અહીંથી દોસ્તી થઈ!

મારા વિચારોને હું વાર્તામાં ઢાળતી થઈ. આ સમયગાળામાં મારી સર્જનાત્મક સફરની શરૂઆત થઈ અને સાહિત્ય સાથે એક અતૂટ સંબંધ બંધાયો.

2021

નવી ઓળખ, નવી દિશા

વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનથી લેખનને નવી ઊંચાઈ મળી. અનેક વાર્તાઓ અને લેખો દ્વારા હૃદયની લાગણીઓ લોકોને સુધી પહોંચવા લાગી.

2023

સફળતાના નવા સોપાનો

સર્જનાત્મકતાના નવા આયામો સાથે અનેક કૃતિઓ વાચકો સમક્ષ રજૂ થઈ. આ સફરે માત્ર લેખક તરીકે નહીં, પરંતુ વાચકોના મનમાં એક વિશેષ સ્થાન પણ અપાવ્યું.

૨૦૨૫

સપનાઓને મળેલી ઉડાન

લેખન, નવલકથાઓ અને સાહિત્યિક પ્રવૃત્તિઓ દ્વારા વધુ વાચકો સુધી પહોંચવાની તક મળી. દરેક કૃતિ સાથે નવી પ્રેરણા અને નવા અનુભવો જોડાતા ગયા.

કેટલીક વાર્તાઓ શાહીથી લખાય છે. કેટલીક વાર્તાઓ લાગણીઓથી લખાય છે અને એવી વાર્તાઓ જ ક્યારેય મનમાંથી ભૂંસાતી નથી.

નિયતિ કાપડિયા (નિર્ઝર)